સબંધ વીશે કઈક...
હા.. હવે વાત થાય ત્રીજા શબ્દ ની " સ " થી શરુ થતો શબ્દ એ છે ... "સબંધ"... ની.
સબંધ વિશે ઘણું બધું તમે વાંચ્યા હશો અને સાંભળ્યું હશે : જેમકે "જો ભાઈ ચપટી માટી ની પણ જરૂર પડે", "જો સગા જ કામ લાગે", જો ભાઈ સબંધ સારો રાખવા માટે થોડું જતું કરવું, "શુ કામ નાની નાની વાતે બગાડવું?? " વગેરે.. વગેરે..પણ હું એટલુંજ કહીશ કે તમે ખુશ હો કે દુઃખી - વહેંચવા અને વાતો કરવા શુ આપણે સગા ની જરૂર ના પડે?? !
સબંધ વિશે ટૂંકમાં કહું તો થોડું -ગણું જતું કરી ને પણ જે સબંધો ને સાચવે ને એને સમય - સમયે એ સબન્ધો કામ લાગે જ સાહેબ. સબંધ તો રોપેલા કેરી ના વૃક્ષ જેવો , રોપ્યા બાદ લાંબા ગાળે ફળ આપેજ પણ હા તમે બધે નફરત ને અહમ ના બાવળ વાવ્યા હશે તો કાંટા જ મળે... એટલે જીવન માં આ ત્રણ સ થી શરુ થતા શબ્દો ને મહત્વ આપજો... સમય", " સ્વાસ્થ્ય " અને "સબંધ ".
સાચવવો પડે તે નહીં પણ સચવાય તે સંબધ .
હું રિસાયો, તમે પણ રિસાયા તો પછી આપણને મનાવશે કોણ ?
આજે તિરાડ છે, કાલે ખાઈ બની જશે તો પછી તેને ભરશે કોણ ?
હું મૌન, તમે પણ મૌન તો પછી આ મૌન ને તોડશે કોણ ?
નાની નાની વાતોને દિલથી લગાવી શું, તો પછી સંબધ નિભાવશે કોણ ?
છુટા પડીને દુઃખી હું, અને દુઃખી તમે પણ, તો વિચારો ડગલું આગળ વધશે કોણ ?
ના હું રાજી, ના તમે રાજી, તો પછી માફ કરવાની મોટાઈ દેખાડશે કોણ ?
યાદોના ગમ માં ડૂબી જઈશું હું અને તમે, આપણને ધૈર્ય આપશે કોણ ?
એક અહં મારો, એક તારી અંદર પણ, તો પછી આ અહં ને હરાવશે કોણ ?
જિંદગી કોને મળી છે હંમેશ માટે, તો પછી આ વાતને વાગોળવા માટે અહીં રહેશે કોણ ?
આમજ ચાલ શે જિંદગી તો પછી, આ વાત ઉપર પસ્તાવો કરશે કોણ ?
એટલે જ
એકબીજાનું માન રાખો.
ભૂલોને ભૂલી જાવ.
ઈગો ને એવોઇડ કરો.
જિંદગી જેટલી બચી છે, હસતાં હસતાં પુરી કરો.
નમ્ર વિનંતિ છે : એકવાર નહીં પણ વારંવાર વાંચજો જીવનમાં ઉતારવા લાયક વાત છે.
.... અસ્તુ .....
Comments
Post a Comment