બાળકોના શરૂઆતના ભણતર વિશે ....

 

બાળકોના ... શરૂઆતના ભણતર વિશે ખરેખર માં-બાપ ને પણ  થોડા ભણતર ની જરૂર ખરી? હવે તમે કહશો કે, કેવા ભણતર ની  જરૂર છે? તે પણ નાના બાળકો ને ભણાવવા માટે વળી ?. જેમને બસ, બોલતા જ કરવાના છે , ને કક્કો શીખવવાનો કે પછી, A, B, C, શિખવવાની! બાળકો ને ભણાવવા  કેવા ભણતર ની જરૂર ? ને કેવો અભ્યાસ ? અને તે માટે શું ભણતર ની જરૂર ખરી? 

[ Do parents really need a little education about their children's early learning? Now you will say, what kind of education is needed? and to teach small children ?Who just start to speak. In order to teach,  A, B, C. What kind of education is needed to teach children? What kind of study? And what is the need for learning for that? ]

        આ પ્રશ્ન એટલો જ વ્યાજબી છે કે ,શું આપણને કાઉન્સિલરની કે સાઈકેટ્રિસ ની જરૂર ખરી?  આપણે મગજના ડોક્ટર જોડે આપણા દિમાગી  ખેલ કે બીમારી ની વાત કરી શકીએ ખરા  તો સહજ એક લાગણી કહેવાય - તે પછી સારી હોય કે ખોટી . આપણને કોઈક વાત ની ચિંતા હોય કે વહેમ ,આ નાની - નાની લાગતી  વાત છે પણ, માણસને આત્મહત્યા સુધી દોરી જાય (શું આ એક  નાની બીમારી તરીકે ના ગણાવી શકાય?) .  આપણે લોકલાજ ના કારણે અને બીજા કારણે આ નાની લાગતી બીમારીઓ ને નજરઅંદાજ કરીએ  છીએ (કરતાં આવ્યાં  છીએ ) . દોસ્તો સાથે પરિવાર સાથે કે સમાજ કે ડોક્ટર જોડે પણ આપણાં મન ની ઉથલ-પાથલ ની વાત કરવા જતાં આપણને એમ લાગે છે કે, કોક આપણને ગાંડા સમજે તો ?આ બાબતે હું બાદમાં ચર્ચા કરીશ, પેહલા બાળકો નાં ભણતર માટે શું આપણને ભણતર ની જરૂર ખરી ?ને કેવા ભણતર ની? એ પ્રશ્ન ના જવાબ માટે મારી સમજણ કહે છે કે, બાલમાનસ ના અભ્યાસ ની જરૂર ખરી . 

The question is just as reasonable, do we really need a counselor or a psychiatrist? Can we talk about our mental game or illness with a doctor?.  It is called an instinctive feeling - whether it is good or bad. If we are worried about something or any kind of superstition, this is considered as a small thing but it can lead a person to suicide (can't this be considered as a minor illness?). We ignore (seemingly) these minor ailments because of local-ism and other reasons.Going to talk about the upheaval of our minds - with friends, family, society or even with a doctor, we think that if we share our thought or feeling with them , may be they thinks  us - crazy ?. I will discuss this later. Before that we think What kind of education do we need to teach children first? To answer that question, my understanding is that: there is a real need for the study of Baalmaanas[child psychology].

            તેના વ્યવહારની,તેની બદલાતી લાગણીઓ ને વિચારો સાથે તાલમેલ મેળવાના ભણતર ની જરૂર ખરી . નહિતર આપણે આપણાં બાળક ને નાનપણ થી જ આપણો  દુશ્મન બનાવતા જઈશું જે એને , અને આપણ ને ખબર પણ નહીં પડે. તે આપણી જોડે તેના મન  ની વાત પણ નહીં કરી શકે, અને  એના મનની વાત આપણને બીજા જોડે થી સાંભળવા મળશે! તમે સાંભળ્યું જ હશે કે, બાળક નાના છોડ જેવો છે તેને વાળીએ તેમ વળે અને જો, ના વાળીએ કે ધ્યાન ના આપીએ તો ગમે તેમ વધે. અને હા એ છોડ ને વધારાના પાન અને વણજોઈ તી ડાળખીઓ ને જો ના કાપીએ  તો, છોડ નો વિકાસ ઓછો થાય છે. માટે એના સારા વિકાસ માટે પણ, આપણે તેના ખાતર પાણી સાથે - સાથે થોડા સખત થઈ ને પણ તેના નક્કામાં માં વધતાં જતા ડાળ -પાંદડા ઓને  કાપવાજ પડે. આ વાત ને સમજો તો,"ગાગર માં સાગર ".  હા એ છોડ ને કદાચ થોડું ખોટું લાગે પણ ખરું, પણ આગળ જતાં એ એને ખબર પડી જ જશે કે,તે તેના જ ભલા માટે હતું . બસ એવું કંઈક આપણાં ભૂલકાઓ નું પણ છે. બહુ  વધારે નહી, પણ હા મારી સમજણ ને અનુભવ પરથી કહું છું , કે થોડો ડર તો રાખવો જ પડશે નહિતર એવું કેહનારા  કે , “અમે તો અમારા ચિન્ટુ ને હાથ પણ નથી અડાડતા, 

[There is a need to learn to adapt to his behavior, his changing emotions and his thoughts. Otherwise we will continue to make our child our enemy from an early age- which he, and we will not even know. He can't even talk about his mind with us; we will come to know abut him with another person! You may have heard that a child is like a small plant that grows as it makes to bend It need proper take care and if it does not bend or pay attention properly, it grows anyway.And yes, if we don't cut the plant extra leaves and unwanted twigs, the growth of the plant slows down. Therefore, even for its good development, we have to think about its water and fertilizer but we have to be a little strict for its development.  We have to cut the stalks and leaves for its better grow. That plant may seem a little wrong, but it's true. But going forward, he will know that it was for its development. Something similar happens to our children. Not too much, but yes from my understanding and my experience I say, kids have to be controlled, they have to be a little bit scared. Otherwise, those who say, "We have never been angry or hard on our chintu(boy name )


તે ચિન્ટુ મોટો થતાં એવી કોઈ હરકતો જો કરશે તો  - આખી દુનિયા હાથ અડાડશે! 

        બસ મારી સમજણ પ્રમાણે - થોડો ડર માણસ ને કાબૂ માં રાખેછે .  એ ડર પછી આપણાં ‘દાદા’ થી હોય કે ,પાપા ’ ,થી  એ ડર આપણી 'માં'  નો હોય કે,પછી આપણી પત્ની જી નો હોય .

(And If he (chintu)gets into a bad habit when he grows up, he will have to suffer the wrath of others. Just as my  understanding  - a little fear keeps a man in control. Whether that fear comes form our  'Grand pa ', 'Father ', 'Mother ', or  form our wife G).


હું એટલું કહીશ કે ડર બાળકો માં એટલો પણ હાવી ના કરી દેવો કે એને મનની વાત પણ ના કરી શકે ને એટલો નીડર પણ ના બનાવો કે એમ કહે કે “મને તો મારા બાપ ની પણ બીક નથી જા”, “આપણ ને કોઈ ની બીક નથી મારે કોઈ ની જરૂર નથી 
okબસ આટલી બધી નીડરતા ના રાખે એટલું ધ્યાન રાખવું પડશે. બાકીનું આવતા અંકે વાત કરીશ કે ભણતર માં શું  શું આપણે ભણવાનું છે



(All I can say is don't let fear overwhelm the children so much that they can't tell us their thoughts or make them so fearless that they say "I'm not afraid of my father either", "I am not afraid from anyone" No, I don't care. Just be careful not to be so fearless. The rest I will talk about in the next issue, what we have to learn in learning)

Comments

Post a Comment

Popular posts from this blog

સબંધ વીશે કઈક...