સ... સ...... સ......

જીવન માં ત્રણ શબ્દો : જે, " સ " અક્ષર થી શરુ થાય  છે. એ ત્રણ શબ્દો ને જો આપણે સાચવીશું તો મારાં ખ્યાલ થી આપણે ક્યારે દુઃખી વધારે નઈ થવું પડે હા  હું એ ચોખવટ  કરું  કે, થોડું  તો  દુઃખી થવું જ પડશે  પણ  નક્કી લાંબો  સમય સુધી નઈ થાવ. આમેય  સુખ  ની અનુભૂતિ  કે એનો એહસાસ  કે ખ્યાલ,   કે  તમે જે કો તે થોડું -દુઃખી થયાં પછી  જ આવે . તમને છાંયડા  ની કિંમત ત્યાં સુધી નહી  સમજાય  જ્યાં સુધી તમે  તડકો  ના વેઠો . 
          1 કે  2 કલાક  સરસ એવા ઉજાસ  ને પ્રકાશ  સાથે  ગરમી  વાળા તડકાં માં રસ્તા પર ચાલતા - ચાલતા  એક પણ ઝાડ જોવા  ન મળે,   ને  ત્રણ કલાક  બાદ એકાદ વડ નું ઝાડ  જોવા મળે તો તરત જ ત્યાં  પહોંચી  ને .. "હાશ.... બાપા  બોવ તડકો છે.. હાશ ...  હવે  થોડી વાર અહીં  જ બેસી શુ.. " આ હાશ.... નો હાશકારો...  શુ  તડકો  સહન  
કર્યા  વગર  થાય  ખરો?. 
             હા હવે પેલા  ત્રણ  સ  થી  શરુ  થતા ત્રણ શબ્દો.  એ ત્રણ  શબ્દો નો ખ્યાલ  તમને આવી ગયો હશે  જ કેમ કે આ પોસ્ટ  જેવા  તેવા થોડી  વાંચે. હોશિયાર , ચતુર  ને જ્ઞાની  જ વાંચી  શકે. એ ત્રણ શબ્દો  માંથી  પેહલો  શબ્દ  છે  "સમય" 
    સમય  ઉપર કેટલા બધા  લેખકો  એ લખ્યું  છે હું શુ વધારે લખું  કે કહું: પણ, એક વાત  કહું 
      "સમય"  ને સમય  સમયે  જે  માન આપે છે, સમય  એનું માન  સમય  સમયે  રાખે છે. પડી  સમય  ની સમજ.    સરસ  
            હવે બીજો  શબ્દ  છે  "સ્વાસ્થ્ય ". સ્વાસ્થય  ઉપર  પણ ઘણું   બધું લોકો  એ લખ્યું  છે હવે હું શુ વધુ માં કહું 
           પણ એક વાત કહું " સ્વાસ્થ્ય" એ આપનો-  આપણા  શરીર  નો  સૌથી  પરમ  મિત્ર  ગણાય. આપણું શરીર   જો   હશે, તો એજ આપણને કામ લાગશે.  આપણા  નિજી  કામો માટે બીજા મદદ  કરે. વાત  સાચી  ને આપણી અર્ધાંગિની પણ ખરી  એ તો મદદ  કરશે  જ સોં ટકા પણ આપડે એને  આપડી  જવાબદારી  પર  લાવ્યા   કે "હું તમને  અ ને  આપણા  પરિવાર  ની સંભાળ  રાખીશ,  પણ અહીં આપણા  જ ઠેકાણા  ના હોય તો???  હા આ વાત   પત્ની  ને પણ લાગુ પડે  બધા  ને કે આપણે  આપણું  શરીર સ્વસ્થ  રાખીએ જેથી  બીજા  ને મદદ  કરી શકીએ  નઈ કે બીજા ની મદદ ની જરૂર  પડે  અને  આમેય  સુખી  એને જ કેવાય જે રિટાયર કે ૬૯ વરસ  પછી  પણ પોતાની  ઘરવારી ની કે "એ દોશી ચાલ પાની પુરી  ખાવા...  ડોશી  પણ કે  " તો ચાલો ડોસાજી ચાલતા  ચાલતા જઈએ   બોલો છે તાકાત?  બસ આટલા માં સમજી જાવ  ને હવે...  બોવ શુ લખવાનું હવે એક ની એક વાત માં... અને  - હા આતો રહી જ ગયું  કે...  તમેં  કોઈને   ભેટ  આપી  - સમજી  લો કે એક  નાની ગાડી  આપી. તમે વરસ  પછી   એમને  મળવા  ગયા ને જોયું કે તમારી  ગાડી ધૂળ  ખાય  છે. નકરી  ધૂળ  ને  કચરા  માં પડી  છે  હજુ માંડ  એક વરસ  થયું ગિફ્ટ  માં નવી ગાડી આપી પણ કઈ સંભાળ  જ નઈ સાવ  જૂની બનાવી દીધી ને ગમે તેમ હાંકે  ના ખાડા જોવે ને  ના  કાંટા....  બચારી  ગાડી  પણ મનમાં  બોલતી  હોય " આ આવા ને શુ કામ આપી  કિંમત  તો છે નઈ ક શી? !? .  આપણે  આપણા  બાળક  ને પણ નવી રિમોટવાળી ગાડી લાવી  આપીએ અને એ ગમે તેમ ફેંકી  દે તો આપણે તરત  બોલીએ.... "એ  " મફત આવી  છે??? ! પૈસા  ઝાડ  પર ઉગે છે??? !  હવે બીજી  નહિ  લાવી 
 આપું  વગેરે  વગેરે.... બસ તો આ ભગવાને  કેટલું  સરસ  મજાનું શરીર  આપ્યું  છે જેની  કોપી કોઈ ટેકનોલોજી  નથી કરી  શક્યું  એને  આપણે  તમાકુ,  દારૂ ,  ચિંતા,  ને વગર કામના  સાહસ  થી  પથારી  ફેરવી  નાખીયે  ને આપણે પથારી  એ પડીયે  ત્યારે ભાગવાન   ને દોષ આપીએ "હો  ભગવાન મેં એવા  કયા કર્મો કર્યા?? !!!"....હવે  એતો તને જ ખબર,  ના કરવાનું કર્યું  તો પછી . !?  બરાબર બસ એટલું  જ કે સાચવો  આ શરીર  ઉપર  વાળા  ની એક અનમોલ  ભેટ  છે  જેના સ્પેર  પાર્ટ  કોઈ  કંપની  હજુ પ્રોડક્શન  નથી કરી  શક્યું .. બસ  હવે ત્રીજો  શબ્દ  છે   જેની  ચર્ચા વિસ્તાર  થી આવતા અંકે  ત્યાં  સુધી  પાર્ટ -2  ની રાહ જુવો  
......................આભાર................... 

Comments

Post a Comment

Popular posts from this blog

બાળકોના શરૂઆતના ભણતર વિશે ....

સબંધ વીશે કઈક...